વડોદરા : શહેરમાં તસ્કરોનો તરખાટ ધીમે ધીમે હવે વધવા માંડ્યો છે.ઓપી રોડ પર આવેલી મેઘ ધનુષ સોસાયટીમાં તસ્કરોએ ચોરીનો પ્રથમ પ્રયાસ કર્યો હતો.જોકે સીસીટીવી કેમેરામાં કેદ થતા ફરી પરત તસ્કર ટોળકીએ આવીને ઘરનો દરવાજો અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા.જ્યારે આ ઘટનાથી સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો છે.જોકે સોસાયટીના લોકો પાસે ચોરીના ફૂટેજ છે.જેના આધારે હવે પોલીસે તસ્કરોને ઝડપી પડવાના ચક્રોગતિમાન કર્યા છે.