મહુવા તાલુકાના વહેવલ ગામમાં ગઈ કાલે તા.૨૭મીએ રાત્રે આવેલા વાવાઝોડાના કારણે આશરે ૫૦ થી ૫૫ કાચા ઘરોના નળિયાં, છાપરા ઉડવા સાથે નુકસાન થયું છે. કોઈ ઈજાગ્રસ્ત કે જાનહાનિ થઈ નથી. તાલુકા વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાએ સ્થળ મુલાકાત કરી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. વહીવટીતંત્રએ રાત્રિએ વાવાઝોડા બાદ તત્કાલ રાહત કામગીરી શરૂ કરી દીધી હતી.