વાંસદા તાલુકાના બારતાડ ગામે ગણપતિ બાપાના વિસર્જન દરમ્યાન શોભાયાત્રામાં ફોરવ્હીલ ગાડી પુરઝડપે ચલાવવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે સામસામે અથડામણ સર્જાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ ના માર્ગદર્શન હેઠળ વાંસદા પોલીસ સ્ટેશને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સામસામે રાયોટીંગના બંને ગુનાઓમાં કુલ 15 જેટલા આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.