દાહોદમાં દસ લક્ષણા પર્વની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ, આત્મશુદ્ધિ અને સંયમના મહાપર્વ પર્યુષણના દસ દિવસીય દસ લક્ષણા ધર્મની આરાધનાની પૂર્ણાહુતિના અવસરે દાહોદના દિગંબર જૈન સમાજ દ્વારા શ્રદ્ધા અને ઉલ્લાસભેર ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દસ દિવસ સુધી ચાલેલા તપ, ત્યાગ અને ધર્મ-આરાધના બાદ નગરમાં નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાઈને ધન્યતા અનુભવી હતી.