ટંકારા તાલુકામાં આવેલા 29 કિલોમીટરના લતીપર સાવડી રોડ પર આજી નદી પર આવેલા મેજર બ્રીજના સમારકામની કામગીરીના કારણે આ પુલ ટ્રકો કે અન્ય ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવાનું જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રોડ જાહેર કરવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણી મહેશભાઈ રાજકોટીયા દ્વારા ખાખરા પાસેનો પુલ જર્જરીત હોવાના આક્ષેપ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.