અંબાવાડા અને તેજપુરા પાસે બે બાઈક ચાલકના મોત, એક ટ્રિપલ અકસ્માત સાબરકાંઠા જિલ્લામાં સવારે બે અલગ અકસ્માતમાં બે બાઈક ચાલકોના મોત થયા છે. પ્રથમ અકસ્માત પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામ નજીક બન્યો હતો. તલોદ તાલુકાના ગંભીરપુરાના શંકરસિંહ પરમાર (ઉમર 30-35) તલોદથી હિંમતનગર જઈ રહ્યા હતા. સાબરડેરી-તલોદ રોડ પર અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી. શંકરસિંહનું ગંભીર ઈજાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજો અકસ્માત હિંમતનગર-ઈડર રોડ પર તેજપુરા ગામ