છોટાઉદેપુર તાલુકાના ઓલીઆંબા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગ્રામસભા દરમિયાન વિવિધ વિકાસ કામોની સમીક્ષા સાથે સાથે ગામજનોની મુશ્કેલીઓ અને જરૂરિયાતો પર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ સભામાં સૌપ્રથમ સરપંચે ગ્રામ પંચાયત દ્વારા અત્યાર સુધીમાં કરાયેલા વિકાસ કામોની વિગતો આપી હતી.