બીલીમોરા શહેરમાં આજે ભવ્ય ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર લાલબાગચા રાજાની સવારી ઊજવણીના માહોલ વચ્ચે નીકળતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ઢોલ-તાશાના ગાજતા નાદ સાથે ભક્તોએ બાપ્પાને નૃત્ય અને ભજનોથી વિદાય આપી. ૧૫ દિવસ સુધી ચાલી રહેલી ભવ્ય આરાધના અને કાર્યક્રમો બાદ આજે ભક્તોએ ભગવાન ગણેશને વિદાય આપી અને આવતા વર્ષે વધુ ભક્તિભાવ સાથે પાછા આવવાની પ્રાર્થના કરી. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.