થરાદના દ્વારકાધીશ ગેસ્ટ હાઉસ ખાતે થરાદ વેપારી મહામંડળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહામંડળના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. નંદુભાઈ મહેશ્વરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.મહામંડળમાં ચાર ઉપપ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. માર્કેટયાર્ડના ભાનજીભાઈ પટેલ, વસંતભાઈ ત્રિવેદી, વર્ધાજી રાજપુત અને પ્રકાશભાઈ સોનીને આ જવાબદારી સોંપવામાં આવી છે. કનકસિંહ રાજપુતને કારોબારી ચેરમેન બનાવવામાં આવ્યા છે.