માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તક આવતા પાનવડ બાયપાસ રોડ કિમી ૦/૦ થી ૨/૦ પર આવતા માઇનોર બ્રિજ જેનું બાંધકામ ખુબ જુનુ રાજા વખતનું હોય ભારે વરસાદના કારણે પેરાપેટ વોલનું ધોવાણ થયેલ હોય, ચાલુ ટ્રાફિક હોવાના કારણે જાનહાની થવાની શક્યાતાઓ રહેલ છે. જેથી પુલ પરથી સંપૂર્ણ વાહન વ્યવહાર તેમજ રાહદારી માટે બંધ કરવા બાબત અને ડાયવર્ઝન અંગે જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ, ગાર્ગી જૈને પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ પાનવડ ચોકડી રાયપુર થઈ પાનવડ ગામમાં જઇ શકાશે.