સમગ્ર રાજ્યમાં 'એક પેડ માં કે નામ' અભિયાન 2.0 વેગ પકડી રહ્યું છે, ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં આવેલા ડી.ડી. વડાલિયા સાયન્સ સ્કૂલ ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું