આજે તારીખ 09/09/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાકે દાહોદ જિલ્લાના કલેકટર યોગેશ નિરગુડે દ્વારા લીમખેડા મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.આ મુલાકાત દરમિયાન કલેક્ટરે કચેરીમાં હાજર અધિકારીઓ તથા કર્મચારીઓની હાજરીની વિગતો મેળવી તેમજ કાર્યપ્રણાલીની સમીક્ષા કરી.કલેક્ટરે નાગરિકોને મળતી સેવાઓમાં પારદર્શિતા અને ઝડપી સેવા સુનિશ્ચિત થાય તે અંગે ખાસ સૂચના આપી. સાથે જ વિવિધ શાખાઓની કામગીરી,રેકોર્ડ રાખવાની પદ્ધતિ અને અરજદારોને થતા લાભ અંગે પણ ચર્ચા.