તા. 24/08/2025, રવિવારે બપોરે 12 વાગે ધોળકા ખાતે કલિકુંડ - ગુદરા રોડ પર શિવાલિક આર્કેડ બિલ્ડીંગમાં આમ આદમી પાર્ટીના ધોળકા શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયને ડો. જવેલબેન વસરા કાર્યકારી અધ્યક્ષ મધ્ય ઝોન દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોળકા તાલુકાના અગ્રણી બળવંતભાઈ ચૌહાણ 70 લોકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.