ડાંગ જિલ્લામાં હાલ ચોમાસાને લઈને વાતાવરણ નયન રમ્ય બન્યું છે. પ્રવાસીઓનું ઘોડાપૂર ડાંગ ખાતે છે. ચોમાસાને લઈને સાપુતારા ડાંગ સહિતના વિસ્તારોમાં નયન રમ્ય વાતાવરણ સર્જાય છે. ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પ્રવાસીઓ અહીં ઉમટ્યા હોય તેવી ભીડ સમગ્ર અઠવાડિયા દરમિયાન રહી હતી.