ગુજરાત કાઉન્સિલ ઓન સાઈઝ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા બાલ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમ અંતર્ગત આજે ભેસાણ તાલુકાની, શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર - ચણાકા (ઉમરાળી) માધ્યમિક શાળામાં યોજવામાં આવેલ જેમાં વિધાર્થીઓ ને ફિલ્મશો,મેજિક રમતો, પેનકાર્ડ, ઉર્જા પ્રશ્નોતરી, ચિત્ર, પ્રશ્નોતરી જેવી જુદી જુદી સ્પર્ધા યોજવામાં આવી તથા આજના યુગ ની મોટી સમસ્યા પ્લાસ્ટીક વેસ્ટ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.