રાજકોટ જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે વિજયસિંઘ ગુર્જરે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓ અગાઉ મહીસાગર જિલ્લાના SP તરીકે ફરજ બજાવતા હતા. ચાર્જ સંભાળ્યા બાદ તેમણે રાજકોટ શહેર અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ટ્રાફિક સમસ્યા હલ કરવા અને સાયબર ક્રાઇમ અટકાવવાને પોતાની પ્રાથમિકતા ગણાવી હતી.