કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે લીંબાયત માં આયોજિત વિવિધ ગણેશ વિસર્જન યાત્રાના કાર્યક્રમોમાં હાજરી આપી હતી.દરમ્યાન તેઓએ સ્થાનિક વિસ્તારમાં આગેલ એક સામાન્ય ચા ની કીટલી ની પણ મુલાકાત લીધી હતી.જ્યાં તેઓએ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ,ધારાસભ્ય સંગીતા પાટીલ,સુરત મેયર દક્ષેશ માવાણી જોડે ચા ની ચુસકી પણ મારી હતી.જે બાદ લોકો જોડે સંવાદ પણ કર્યો હતો.જે જોઈ લોકો પણ સીઆર પાટીલ ના વખાણ કરવા લાગ્યા હતા.