પરબ ગામે પાદર ફળીયામાં રહેતા ૭૪ વર્ષીય મગનભાઇ રણછોડભાઇ પંચાલ પરબ ગામની સીમમાં સ્મશાનભુમીની બાજુમાં આવેલ હલધરૂ ગામ થી પરબ ગામ તરફ જતી ખાડીમાં અગમ્ય કારણોસર પડી ગયા હતા. જોકે ખાડીનાં ધસમસતા પાણીનાં પ્રવાહમાં તણાઇ જઇ ડૂબી જવાનાં પગલે મગનભાઈનું મોત થયુ હતુ. ત્યાર બાદ સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.