નવરાત્રિના સમયે બુલેટ ચલાવીને રોફ જમાવવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને લઇને પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. એક દિવસ પહેલાં રાત્રીના સમયે બુલેટમાંથી ફટાકડા ફૂટવાનો અવાજ થતો હોવાનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે પોલીસે હવે મોટા અવાજ કરતા હોય તેવા સાઇલેન્સર ધરાવતા અને મોટા અવાજ થતા હોય તેવા બુલેટ ડીટેઇન કરવાની તજવીજ હાથ ધરી છે.