અંજાર તાલુકાના મેઘપર બોરીચીના લીલાશાહ ફાટક પાસે પાણી ભરાવાને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.આ વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાથી મુખ્ય રસ્તો બંધ છે અને વાહનચાલકોને વૈકલ્પિક કાચા માર્ગનો ઉપયોગ કરવો પડે છે.આ કાચા રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વરસાદી પાણી ભરાઈ રહે છે. આજે સવારે અવરજવર કરવામાં ભારે હાલાકી થઈ રહી હતી અને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.