સરથાણા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. સરથાણા પોલીસે બાતમીના આધારે ગુરુવારે બપોરે સીમાડા નાકાથી કાપોદ્રા તરફ જઈ રહેતા મોપેડ સવાર સતીશ તોમર ની અટકાયત કરી હતી.મોપેડ માંથી વિદેશી દારૂ મળી આવતા પૂછપરછ કરાઈ હતી.જ્યાં વધુ એક ફોર વ્હીલ કારમાંથી પણ વિદેશી દારૂ કબજે કરાયો હતો.જ્યાં 5.51 લાખની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરી મુખ્ય બુટલેગર ભરત નાકરાણી ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.