22 ઓગસ્ટના રોજ સવારે 11 કલાકે ખેરાલુના સિંધી સમાજ દ્વારા અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં સિંધી સમાજના સગીરની મુસ્લિમ સગીર દ્વારા કરપીણ હત્યાના મામલે આક્રોશ સાથે ખેરાલુ મામલતદારને આવેદનપત્ર આપી પોતાનો રોષ વ્યક્ત કરી કડક સજાની માંગ કરવામાં આવી છે..નયન સંતાણી નામના સગીરની 19 ઓગસ્ટના રોજ ઘાતકી હત્યા કરાઈ હતી જે બાદ આખા ગુજરાતમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સાથે જ સ્કૂલ મેનેજ્મેંટની બેદરકારી બદલ તેમના સામે પણ કાર્યવાહીની માંગણી કરી છે.