ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે, ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા 15મી સપ્ટેમ્બર સુધી એક વિશેષ ટ્રાફિક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ડ્રાઇવ 12મી સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે.ડાંગ જિલ્લામાં પોલીસનો મુખ્ય ઉદ્દેશ બેફામ ગતિથી વાહન ચલાવતા અને નશામાં ધૂત થઈને ડ્રાઇવિંગ કરતા વાહનચાલકોને પકડવાનો છે.