5 સપ્ટેમ્બરના રોજ રાતે 9.30 કલાકે ધરોઈ ડેમથી એલર્ટ જાહેર કરતા રાતે 10 વાગે ડેમથી 25 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવશે. જેથી નિચાણવાળા ભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થવાનો હોય સાવધાનીના ભાગરૂપે પાણી છોડાય રહ્યું છે. ડેમ હાલ 618.48 ફુટે પહોંચેલો છે. આવતી કાલથી વધારે પાણીની આવકથી વધું પ્રમાણમાં પાણી છોડવું પડી શકે એવી શક્યતા રહેલી હોય ધરોઈ દ્વારા એલર્ટ આપી દેવાયું છેને સાત જિલ્લાના કલેક્ટરને સાવધાન કરવામાં આવ્યા છે.