કલોલ તાલુકાના સાતેજ ગામના દંતાણી વાસના રહીશો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વરસાદી સિઝનમાં આ વિસ્તારમાં પાણી ભરાવાથી રહીશોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું કે પંચાયત દ્વારા અગાઉ પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા. જોકે, કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીને કારણે થોડા જ મહિનામાં બ્લોક દબાઈ ગયા છે. વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. રહીશોએ પંચાયત સમક્ષ તાત્કાલિક સફાઈ અભિયાન શરૂ કરવા અને દવાનો છંટકાવ કરવાની માગણી કરી છે.