મનપા કમિશ્નરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં સાંસદ, ધારાસભ્યોએ સફાઇ, ટીપી, ગાર્ડન, ટ્રાફિક સર્કલ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.કમિશ્નર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં ગઇકાલે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો ડો.દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ, પ્રશ્નનો, રજુઆતોનું સત્વરે નિરાકરણ લાવવા અધિકારીઓને સુચના આપી હતી. ચૂંટાયેલા લોકો માટે આ ડેસ્કબોર્ડ બનાવવામાં આવ્યું છે.