વડોદરા : ગણેશ વિસર્જનને ખાસ ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા શહેરના ચાર ઝોનમાં કુલ મળીને 12 કૃત્રિમ તળાવ ઉભા કરવામાં આવ્યા હતા.જ્યાં ગણેશ વિસર્જનને લઇ ભક્તો માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું વ્યવસ્થિત રીતે વિસર્જન થઈ રહ્યું છે કે કેમ તે અંગે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કુત્રિમ તળાવ પર ડ્રોન ઉડાવી પરિસ્થિતિનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.