નવસારીના બીલીમોરા ખાતે દેવસર એપીએમસીમાં મારામારીની ઘટના બની છે. જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ જે ટોળું એકત્ર થયું હતું તેને વિખેર્યું હતું ખાસ કરીને કયા કારણથી આ ઘટના બની તેને લઈને હજી પોલીસ તપાસ ચાલી રહી છે પરંતુ આ બીલીમોરા એપીએમસી ખાતે રવિવારે સવારે 11:00 કલાક બાદ આ ઘટના ઘટી હતી જેથી પોલીસ સ્થળ પર પહોંચે છે.