સુપ્રીમ કોર્ટે શહેરી વિસ્તારમાં શ્વાનને લઈ કરેલા આદેશ બાદ મોરબી જિલ્લામાં કુતરા કરડવાના બનાવોનું પ્રમાણ ખુબ જ ઉંચુ હોવાનું સામે આવ્યું છે. સીરામીક નગરીમાં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ડોગ બાઈટના 3500 જેટલા બનાવો બન્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે,મોરબીમાં દરરોજ કુતરા કરડી જવાના 20 જેટલા બનાવો બની રહ્યા છે. જેમાં સરકારી હોસ્પિટલમાં આઠ મહિના દરમિયાન 13000 લોકોને રસી મુકવામાં આવી હોવાની વિગતો તંત્ર દ્વારા જાહેર કરાઇ છે.