This browser does not support the video element.
અંજાર: આરટીઓ કચેરી ખાતે વાહનોના ગોલ્ડન, સિલ્વર નંબરોની સિરિઝનું રી-ઓક્શન કરાશે
Anjar, Kutch | Sep 11, 2025
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી,અંજાર - કચ્છની અખબારી યાદી મુજબ ટુ-વ્હીલર,થ્રી વ્હીલર,ફોર વ્હીલર, એલએમવી કાર અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં અગાઉની બાકી રહેલ ગોલ્ડન,સિલ્વર નંબરોનું રી-ઓક્શન શરૂ કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૧૭/૯/૨૫,સાંજે ૦૪ કલાકે શરૂ થશે.ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯/૯/૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે.ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૧૯/૯/૨૫,સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૨૧/૯/૨૫, સમય સાંજે ૪ કલાક સુધી રહેશે.