સુરતના પાંડેસરામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં માત્ર 4 વર્ષની માસૂમ બાળકીનું કોલસા છાંટવાના મશીનમાં હાથ આવી જતાં કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ બાળકના પરિવારમાં શોકનું મોજુ ફેલાવી દીધું છે અને વાલીઓ માટે લાલબત્તી સમાન સાબિત થઈ છે.પાંડેસરામાં આવેલી એક કોલસા છાંટવાની ફેક્ટરીમાં કામ કરતી માતા પોતાની 4 વર્ષીય પુત્રી ગોરી બારીયા સાથે કામ કરી રહી હતી. ગોરી મશીન નજીક રમી રહી હતી ત્યારે અચાનક તેનો હાથ કોલસા છાંટવાના મશીનમાં આવી ગયો હતો.