આજે તારીખ 23 સપ્ટેમ્બર ના રોજ સાંજના 6 કલાકે મળતી માહિતી મુજબ વલ્લભીપુર શહેરનો તમામ કચરો કલ્યાણપુર રોડ પર ઠાલવી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે આસપાસના વિસ્તારના લોકો આ કચરાના કારણે ત્રાહિમામ પોકારી ઊઠયા છે , વલ્લભીપુરના દલિત આગેવાન મનજીભાઈ સાગઠીયા દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.