કુકરવાડા જતા રોડ ઉપર મંડાલી ગામની સીમમાં આવેલ લાકડામાંથી પ્લાયવુડના દરવાજા માટે રો મટીરીયલ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગવાથી દોડધામ મચી જવા પામી હતી. જેની જાણ માણસા અને વિજાપુર ફાયર ટીમને કરવામાં આવી હતી. આ લાકડાની ફેક્ટરીમાં પ્લાયવુડના દરવાજા માટે રો મટીરીયલ ની લાકડાની પટ્ટીઓ તૈયાર કરવામાં આવતી હતી અચાનક લાગેલી આગ ના કારણે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.