ઈન્સ્ટાગ્રામ પર બનાવટી આઈડી બનાવી લોકોને અસલ ભારતીય ચલણી નોટના બદલામાં ત્રણ ગણા ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો તથા ૨૦ ટકા ડિસ્કાઉન્ટથી સોનું આપવાની લોભામણી રિલ્સ બનાવી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં અપલોડ કરી લોકોને છેતરવાની કોશીશ કરનારા ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. એસઓજી દ્વારા આ બાબતે ભુજ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. પોલીસે હંગામી આવાસમાં રહેતા રિયાઝ જાકબ સમાની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રમાણેના સતત બનાવો સામે આવી રહ્ય