કલોલ તાલુકાના ખાત્રજ ગામમાં પ્રથમ ચોમાસાના ભારે વરસાદે રસ્તાઓની સ્થિતિ કથળાવી દીધી છે. ગામના મુખ્ય માર્ગો જર્જરિત બની ગયા છે. નવા અને જૂના રસ્તાઓ મોટાભાગે ધોવાઈ ગયા છે. ખાત્રજ ગામના પ્રવેશ માર્ગ પર મોટા ગાબડાં પડી ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડથી ચાર રસ્તા સુધીનો માર્ગ પણ ઠેર-ઠેર ખાડાઓમાં ફેરવાઈ ગયો છે. આ પરિસ્થિતિમાં કાર, બાઇક અને પગપાળા ચાલનારાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.