વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામ ખાતે યુવકને અમારા ભાડૂઆત ને કેમ બોલ્યા હતા તેમ કહી શખ્સ ઉશ્કેરાઈ જઈ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે યુવકે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.