અંજાર શહેરમાં ગણેશ્રી તળાવ પાસે આવેલી સરકારી જમીન પર થયેલાં ગેરકાયદેસર દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યાં છે.આ કાર્યવાહી દરમિયાન,1.76 કરોડની કિંમતની 68,898 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર આનંદ પટેલની સૂચના અને પ્રાંત અધિકારી ચૌધરીના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરીએ આ પગલું ભર્યું હતું.તપાસમાં જાણવા મળ્યું હતું કે શહેરના જીઆઈડીસી વિસ્તારમાં સરકારી સર્વે નંબર 547 પર દબાણ થયું હતું,જ્યાં વાણિજ્યિક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી.