ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામે યુવકના મોટા ભાઈએ આરોપીની વાડી ભાગવી રાખેલ હોય અને યુવકના ભાઈએ વાડીની ઉપજનો ભાગ માગતા આરોપીઓએ યુવક તથા તેના ભાઈને ગાળો આપી જાતી પ્રત્યે હડધૂત કરી લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.