વડોદરા શહેરની રાવપુરા પોલીસ મથકે ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી રમીલાબેન અવરસિંગે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે અકસ્માતે મોતની ફરિયાદ નોંધાવી છે,ગોધરા શહેરના સાંપા રોડ પર વિનાયકનગર સોસાયટીમાં રહેતા ખાતુભાઈ ડાહ્યાભાઈ વણકર પોતાના ઘરમાં સ્લીપ ખાઈને પડી જતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. પહેલા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન ખાતુભાઈનું સર્જરી યુનિટમાં મૃત્યુ થયું.