વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસના પૂર્વાર્ધ રૂપે નવી દિલ્હીમાં રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે મોડી સાંજે યોજાયેલી આ સંવાદ બેઠકમાં 45 જેટલા રાષ્ટ્રોના રાજદૂતો, ઉચ્ચ કમિશન અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આ સંવાદ બેઠકમાં કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણાથી 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતાને પરિણામે ગુજરાત વેપારી રાજ્યની ઈમેજથી આગળ વધે છે.