જસદણમાં ચાલતા-ચાલતા ગબડી પડેલા પ્રૌઢાએ સારવારમાં દમ તોડ્યો જસદણમાં રહેતા પ્રોઢા બે દિવસ પૂર્વે પોતાના ઘરે ચાલતા ચાલતા ગબડી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રોઢાનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણમાં આવેલ તાલુકા પંચાયત પાછળ રહેતા શારદાબેન લીંબાભાઇ ચૌહાણ નામના 52 વર્ષના પ્રોઢા બે દિવસ પૂર્વે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ચાલતા ચાલતા અકસ્માતે ગબડી પડ્યા હતા