તાજેતરમાં જ અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10નાં વિદ્યાર્થી નયન સંતાણીના દુ:ખદ અવસાનની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચિંતા જગાવી છે. આ ઘટના બાદ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે અનેક પ્રશ્નાર્થ સર્જાયા હતા. જોકે આ ઘટના બાદ શાળા સંચાલકો હરકતમાં આવ્યા છે. અને શાળાનાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્ત જાળવવા માટે કડક પગલા ભરવાની કવાયત હાથ ઘરી છે. ડાંગ જિલ્લાની જાણીતી દીપદર્શન સ્કૂલ, આહવા દ્વારા પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈને કેટલાક નવા અને કડક નિયમો