રાજકોટ ગુજરાત મેડિકલ સર્વિસ કૉપોરેશન લિમિટેડના ગોડાઉનમાં લાંબા સમયથી પલળી રહેલા અને બિનઉપયોગી બનેલા કરોડો રૂપિયાના દવાઓના જથ્થા અંગે મીડિયામાં આવેલા અહેવાલોની રાજ્યના આરોગ્ય મંત્રીએ ગંભીર નોંધ લીધી છે. આ મામલે તપાસ માટે તાત્કાલિક ગાંધીનગરથી એક ઉચ્ચસ્તરીય ટીમ રાજકોટ પહોંચી હતી.આરોગ્ય મંત્રીના તાત્કાલિક આદેશ બાદ, અધિકારીઓની ટીમ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.