સુરત શહેરની ઉધના પોલીસે બાતમીના આધારે ઉધના રેલવે સ્ટેશન પાસેની એક મહિલા સહિત બે વ્યક્તિની 14 કિલોથી વધુના ગાંજા સાથે ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી આશરે 1.46 લાખ રૂપિયાની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે.પોલીસે ઉધના રેલવે પોલીસ ચોકીની સામે, ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગ ગેટની બહાર વોચ ગોઠવી હતી.પોલીસે વોચ દરમિયાન શંકાસ્પદ લાગતા બે પુરુષ અને એક મહિલાને રોક્યા હતા. તેમની તપાસ કરતા, તેમની પાસેથી 14 કિલો અને 681 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.