શામળાજી પાસેનો મેશ્વો ડેમ ૯૦ ટકા ભરાતા તંત્રે હાઇ એલર્ટ જાહેર કર્યું છે.હાલ ડેમની સપાટી ૨૧૩.૭૫ મીટર નોંધાઈ છે, જ્યારે મહત્તમ સપાટી ૨૧૪.૫૯ મીટર છે.ડેમ પૂરેપૂરો ભરાતા ઓવરફ્લો દ્વારા પાણી બહાર નીકળશે.ઉપરવાસમાં સતત વરસાદને કારણે પાણીની આવક વધી રહી છે.ભિલોડા તાલુકાના ૧૧ ગામો – શામળાજી,બહેચરપુરા,શામળપુર ખારી,વજાપુર સહિતને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને નદી કિનારે ન જવા તંત્રે અપીલ કરી છે.