This browser does not support the video element.
વડોદરા: કોમ્પ્યુટર ક્લાસ માટે નીકળેલ સગીર વયની દીકરીની છેડતી કરનાર ગાજરાવાડીનો રીક્ષા ચાલક ઝડપાયો
Vadodara, Vadodara | Sep 10, 2025
વડોદરા : હરણી વારસીયા રીંગરોડ થી સંગમ ચાર રસ્તા સુધી ક્લાસમાં જવા રીક્ષામાં બેસેલી સગીર વયની દીકરીને રીક્ષા ચાલકે નાસ્તો ઠંડુ પીણું પીવાની તથા પૈસા આપવાની લાલચ આપી સગીર વયની દીકરીનો મોબાઇલ નંબર માંગ્યો હતો.રિક્ષામાંથી ઉતરી ભાડું આપતી વખતે આરોપી બોલ્યો તારો છુટવાનો ટાઈમ કેટલો છે? હું તે ટાઈમે તને લેવા આવીશ.દીકરીનો હાથ પકડી તેનો એકલતાનો લાભ લઈ આઇ લવ યુ કહી છેડતી કરી હતી.બનાવ અંગે વારસીયા પોલીસે રીક્ષા ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.