ડાંગ જિલ્લાના પીપલ ઘોડી ગામે આજે રવિવારે સાંજે લગભગ 5:30 કલાક ના સુમારે,શ્રાવણ મહદુ ચૌધરી ના ખેતર માં પશુ માટે મુકેલ ઘાસચારામાં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ખેતર નજીક માં રમતા બાળકો એ આગની ઘટનાની જાણ લોકોને કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ફોરેસ્ટ વિભાગ ના કર્મચારી અને ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો.