સાયલા લાલજી મહારાજ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે વ્યાસાસને રહેલા ડો. પંકજ કુમાર રાવલે કૃષ્ણનો જન્મ કુરિવાજો, અંધશ્રદ્ધા, દુષણો અને સમાજની જીવન જરૂરિયાત વસ્તુઓ ઉપર અડ્ડો જમાવી બેઠેલા બલવાન રાજાઓને દૂર કરવા માટે થયો હતો. અને સમાજમાં ધર્મનું મૂલ્ય સાચા અર્થમાં સચવાય અને તે ધર્મ લોક ભોગ્ય અને ઉપયોગી બને તેવા પ્રયાસો કૃષ્ણએ શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું. ચોથા દિવસની કૃષ્ણની બાળલીલાનું વર્ણન કરતા ભાવિક ભક્તજનો ભાવવિભોર બન્યા હતા