શામળાજી પોલીસ દ્વારા રતનપુર બોર્ડર ઉપરથી નોંધપાત્ર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આગામી આવતા નવરાત્રીના તહેવારોને લઇ બોર્ડર ઉપર સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જેના કારણે છેલ્લા ૨૦ દિવસમાં જુદા જુદા ૩૫૧ ગુનાઓ હેઠળ ૪.૩૯ કરોડનો દારૂ અને મુદદામાલ સહીત ૩૭૨ આરોપીઓને ઝડપી પાડયા છે ત્યારે પોલીસની આ કડક કાર્યવાહી ને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.જેને લઈ અરવલ્લી જીલ્લા ડીવાય એસપી આર ડી ડાભી એ નિવેદન આપ્યુ હતું.