ભાદરવી પૂનમના પાવન દિવસે મહાલક્ષ્મી મિત્ર મંડળ ઉમરગામ દ્વારા મહાલક્ષ્મી ગઢ પર ભવ્ય રીતે આરતી, દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહાલક્ષ્મી માતાના ભક્તો દર્શનાર્થે પહોંચી હતા. ભક્તોએ માતાજીના દર્શન કરીને આરતીમાં ભાગ લીધો હતો અને ગરબે ઘૂમી માતાની આરાધના કરી હતી.